વેવ ધ યુથ પાવર ના કાર્યક્ષેત્ર
1. MISSION HELATH
આરોગ્ય એટલે આપણા જીવનની સૌથી સાચી સંપત્તિ એ સ્વાસ્થ્ય આપણે જાણીએ છીએ કે વિકાસશીલ દેશોમાં શહેરોમાં વસતા લોકોને સરળતાથી આરોગ્ય સેવા ની ભૌતિકતા અને માનવબળ સરળતાથી મળી રહે છે પરંતુ આ ખર્ચ પરવડે તેઓ દરેક વર્ગને નથી આજે પણ કેટલાક વર્ગ ગરીબી રેખાની નીચે જીવી રહ્યો છે અને કેટલોક ઝૂંપડપટ્ટી રોડ રસ્તા પર પણ જીવી રહ્યો છે આ લોકો આ આરોગ્ય સેવાથી વંચિત રહી જાય છે જે પણ માનવ છે ક્યાંક ને ક્યાંક આપણી પણ જવાબદારી છે કે દરેકને સારું સ્વાસ્થ્ય આપી શકીએ.
આ ઉપરાંત શહેરોથી 30 km વિસ્તારથી પણ જો તમે દૂર જઈને જુઓ તો ત્યાં આરોગ્ય ક્ષેત્ર હજુ સુધી આપણે વિકસાવી શક્યા નથી અને આદિવાસી વિસ્તારમાં જ્યાં સુવિધાહીન વિસ્તારોમાં પણ આ સુવિધાઓ નહિવત છે
પાવર નો લક્ષ આવા સુવિધાહીન વિસ્તાર શહેરોમાં આરોગ્યથી સેવા વંચિત રહી જતા ગરીબ લોકોની વચ્ચે જઈને આરોગ્ય કેમ્પ કરવા અને તેમને વેબ કાસ્ટિંગ અને M (મોબાઈલ) - હેલ્થ સર્વિસ દ્વારા દૂર રહીને પણ સારવાર અને માર્ગદર્શન આપી શકાય છે.
સુવિધાહીન અને નાના ગામડા ના વિસ્તારોમાં લોકો માટે આરોગ્ય જાગૃતતા પ્રોગ્રામ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરવી
સરકાર દ્વારા આપેલી યોજનાઓથી જાગૃતતા લાવી જરૂરિયાતમંદ સુધી પહોંચાડવી
ભારત સરકાર, WHO, UNICEF અને તેને સંલગ્નિત આરોગ્ય માટે કાર્ય કરતી સંસ્થા સાથે જોડાઈને વિશ્વમાં માનવજાતિ અને પ્રાણી જાતિને આરોગ્ય સેવા પૂરી પાડીએ રહ્યું છે.
અર્બન અને વિકસિત મોટા શહેરો માં ગંભીર બીમારી થી બચાવવા માટે નો કરી લોકોને ગંભીર બીમારીથી સુરક્ષિત કરી રહ્યું છે
( કેન્સર , ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, મોટાપો, કુપોષણ, એનીમિયા, પ્રોટીન માલન્યુટ્રીશન, હ્રદય રોગો થી બચવા નાં ઉપાયો વગેરે .
આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ દેશોના આવા કાર્યો સાથે સંકલન કરી માનવ જાતિ અને પર્યાવરણને ઉત્થાન માટે અને તેની જાળવણીના કાર્યો કરી રહ્યું છે.
2. Mission Education
શિક્ષણ અને અંતર વિસ્તારમાં બાળકોને શિક્ષણ તરફ પહેરવા અને શિક્ષણ વ્યવસ્થા કરવાના પ્રયાસો કરી રહ્યો છે
આ ઉપરાંત ધારણ પરિસ્થિતિ હોય તેવી જગ્યા ઉપર આવા શાળાઓમાં બાળકોને શિક્ષણ માટે જરૂરી સ્ટેશનરી અને અન્ય શિક્ષણ જરૂરિયાતોની વસ્તુનું વિતરણ કરી રહ્યું છે
શિક્ષણ સાથે પર્યાવરણની જાળવણી સમાજ રચનાની વ્યવસ્થા અને વિશ્વ શાંતિના સંદેશાઓ માટે સતત દરેક શાળાઓમાં જઈને તેમનામાં બૌદ્ધિકતા આપી તેમને જાગૃત કરવામાં આવે છે
3. MISSION FOOD FOR ALL
વિવિધ જગ્યાઓ પર અમારી માતૃ અને સાથી સંસ્થાઓ સાથે મળીને અને ધાર્મિક સંસ્થાઓ સાથે મળીને ભૂખ્યાને ભોજન ની વ્યવસ્થા થઈ રહી છે સુરત ગાંધીનગર અને અન્ય ઘણાં બધા સ્થળ પર હાલમાં પણ આવા અન્ય ક્ષેત્ર શરૂ છે જેમાં ગરીબ કારીગરો ગામડાઓમાં અને બીજા રાજ્યોમાંથી આવેલા વસેલા ગરીબ મજૂર લોકો જે બે ટકનું પણ જમવાનો ઘણીવાર નથી મળતો એવા સંખ્યા લોકો આ અન્ન ક્ષેત્રનો લાભ લઇ રહ્યા છે.
4. MISSION CULTURE
આપણે સંસ્કૃતિ આપણા જુદા જુદા પ્રચલિત નૃત્યો , ગૃહ ઉદ્યોગો અને પ્રાચીન કળા નું પ્રદર્શન, મોબાઈલ ના માધ્યમ થી અને વિવધ પ્રોગ્રામ દ્વારા તેનું પ્રદર્શન કરવું, ગૃહ ઉદ્યોગ થી બનતા વાંસ અને અન્ય પેદાશો ને શહેરી તરફ પહોંચાડવી અને લોકો માં આપણી આ કાળ પહોંચે અને અંતરિયાળ વિસ્તાર ના લોકો ને રોજગાર મળે તેવા કાર્યો થઈ રહ્યા છે.
5. MISSION FARMING
આજનું યુવાધન ધીમે ધીમે કૃષિ તરફ પણ રુચિ ધરાવે તે માટે વિવિધ જાગૃતતાના પ્રોગ્રામ થઈ રહ્યા છે અને કૃષિ માં પણ જો એવી ટેકનોલોજી નો ઉપયોગ અને તેની અભ્યાસપૂર્વક જો આગળ વધવામાં આવે તો કૃષિ પણ સૌથી સારો રોજગાર અને સૌથી સારું મૂડી આપી શકે છે તેની જાગૃતતા પણ આપી રહ્યું છે.
આ સાથે ઓર્ગેનિક ખેતી તરફ કેવી રીતે હોઈ શકાય તેના માટે વિવિધ તજજ્ઞોનું આપણે સીધું સંપર્ક કરાવીને ખેડૂતોને મદદ કરી રહ્યા છીએ.
6. MISSION YOUTH EMPOWERMENT
(યુવા સશક્તિકરણ )
આજના યુવાનોને વિવિધ ક્ષેત્રે આગળ વધે તે માટે કોલેજ અને શાળા ક્ષેત્રથી જ તેમને આપણા આ ક્ષેત્રમાં અને સંગઠનમાં લીડરશીપતા વિવિધ કાર્યક્રમો દ્વારા તેની કાર્ય ક્ષમતા જાણવા માટેના પ્રયાસો અને તેમને જો આગળ કોઈ ધંધા કે તેમના ક્ષેત્રમાં આગળ વધુ હોય તો તેને સંલગ્ન સફળ વ્યક્તિ સાથેના એના અનુભવો અને તેમની સાથેના કાર્યક્ષેત્ર થી એમને જાગૃત કરી રહ્યા છે.
7. MISSION WOMEN EMPOWER
(મહીલા સશક્તિકરણ )
સ્ત્રીઓને પ્લેટફોર્મ મળી રહે અને તેના ક્ષેત્રમાં આગળ વધે તે માટેના વિવિધ પ્રોગ્રામો અને અન્ય મહિલા સંગઠનો સાથે મળીને તેમને પીઠ બળ પૂરું પાડવાનું કામ કરી રહ્યું છે
8. MISSION ENVIRONMENT
પૃથ્વી પર પર્યાવરણની રક્ષા થાય અને તેમની જાળવણી થાય તે માટેના વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે સાથે સાથે ગામડાઓમાં તળાવો ગાળવા વૃક્ષો વાવવા અને જળસંચય કેવી રીતે કરી શકાય તેના ઉપાયો કરી રહ્યો છે આ સાથે સાથે લોકો પોતાના જન્મદિવસ વર્ષગાંઠ અને કોઈ પ્રસંગે એક વૃક્ષનું વાવેતર કરી તેની જવાબદારી લે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ સાથે સાથે ખાલી પડેલી જગ્યાઓ અને પડતર જમીનમાં તેને વૃક્ષોને અનુકૂળ આવે તેવું વાતાવરણ પૂરું પાડી જમીનનું ફરીથી ખાતર અને વધુ નાખીને તેમના વૃક્ષો વાવીને તેની જાળવણી કરવામાં આવે છે